તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના 55 સંઘોની અંબાજીમાં નોંધણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવીપૂનમના અંબાજી મેળાને હવે અઠવાડિયું બાકી રહ્યું છે, ત્યારે પાટણ અને ચાણસ્મા પંથકમાંથી પગપાળા મા અંબાના દર્શનાર્થે જવા પગપાળા સંઘોએ તૈયારીઓ શરૂ કરી છે અને આગામી રવિવાર, સોમવારે ગબ્બરવાળી અંબે મૈયાના દર્શનાર્થે જવા પાટણથી વિવિધ સંઘો પ્રસ્થાન કરશે.

જોકે પહેલાં આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં આવનાર સંઘો માટેના વાહનોને પ્રવેશ પાસ અપાઇ રહ્યા છે. જેમાં પાટણ અનાવાડાના મેહૂલ પટેલ, સુરેશભાઇ પટેલ વગેરે દ્વારા પાટણ ઝોન વિસ્તારના સંઘોના વાહનને અંબાજીમાં પ્રવેશ માટે વાહન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સંસ્થાના સભ્ય મેહુલ પટેલે જણાવ્યુ કે,પાટણ ઝોનમાં પાટણ, ચાણસ્મા, કિમ્બુવા, બાલિસણા, અનાવાડા વગેરે વિસ્તાર આવે છે અને અંદાજે 55 સંઘોના વાહનોને અંબાજીમાં પ્રવેશની મંજૂરી મળી છે. દર વર્ષે પાટણ ઝોન દ્વારા એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરાવાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો