તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ambaji
  • Ambaji આદિવાસીઓએ ન્યાયની માંગ સાથે અંબાજી હડાદ હાઈવે15 મિનિટ સુધી ચક્કાજામ કર્યો

આદિવાસીઓએ ન્યાયની માંગ સાથે અંબાજી હડાદ હાઈવે15 મિનિટ સુધી ચક્કાજામ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| દાંતા તાલુકાના તોરણીયા ગામમાં 26 ઓગસ્ટે દંપતીની ફાંસો ખાધેલી હાલતમાં મળેલી લાશો બાદ આદિવાસી સમાજએ ન્યાયની માંગ સાથે પત્રિકા ફરતી કરી રસ્તા રોકો આંદોલન અંબાજી હડાદ માર્ગ પર આદર્યું હતું. જેમાં 15 મિનિટ સુધી અંબાજી -હડાદ હાઈવે બ્લોક કર્યો હતો.પોલીસે આદિવાસી સમાજની માંગો મામલે ન્યાયિક તપાસની ખાતરી આપતાં આખરે મામલો થાળે પડ્યો હતો.જોકે ન્યાય ન મળે ત્યાં સુધી દંપતીનું પીએમ નહીં કરવા મક્કમ બન્યા છે.

5 આરોપીઓ નહીં ઝડપાય તો આંદોલન જલદ બનાવાવાની ચીમકી, લાશ ધામણવામાં કથિત આરોપીઓના મકાન આગળ મૂકી દેવાતાં મોટાભાગના લોકો ઘર છોડી ભાગી ગયા
તોરણીયા ગામમાં 26 ઓગસ્ટે દંપતીના એક ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. મહિલાના પરિવારજનો દ્વારા હત્યા હોવાની આશંકા રાખી ફરિયાદ બાદ હડાદ પોલીસે મહિલાના જેઠની અટકાયત કરી હતી. ત્યારબાદ આદિવાસી સમાજે અન્ય આરોપીઓ ઝડપી ખૂનનો ગુનો નોંધવા દબાણ કરી હડાદ પોલીસ મથકે આવેદન પાઠવ્યુ હતું. ત્યારબાદ રવિવારે અંબાજી હડાદ માર્ગ પર રસ્તા રોકો આંદોલન દ્વારા 5 આરોપીઓને હત્યાના આરોપ હેઠળ પકડી પાડવા આગેવાનો દ્વારા લેખિત માંગકરી પંદર મિનિટ સુધી અંબાજી હડાદ માર્ગ પર બેસી ગયા હતા.

પોલીસે આગેવાનો સાથે બેઠક યોજી કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

ડીવાયએસપી એ આર જનકાત એ જણાવ્યું હતું કે આદિવાસી સમાજની જે રજૂઆત હતી તે ધ્યાને લઇ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે.

લોકો રસ્તા પર બેસી જતાં થોડીવાર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ધામણવામાં દંપતીની લાશ હજુ પડી છે
બંને લાશોને ધામણવા ગામમાં કથિત આરોપીઓના મકાન આગળ મૂકી દેવાતા મોટાભાગના લોકો ભાગી ગયા છે. અને ગામમાં દહેશતનો માહોલ યથાવત છે. બન્ને મૃતદેહો સડી ગયેલી હાલતમાં હોવાથી તીવ્ર વાસ મારતા આસપાસ કોઈ જતું પણ નથી.

અન્ય સમાચારો પણ છે...