• Gujarati News
  • બહુચરાજીમાં તળાવ, વલ્લભ ભટ્ટની વાવને 3.50 કરોડના ખર્ચે વિકસાવાશે

બહુચરાજીમાં તળાવ, વલ્લભ ભટ્ટની વાવને 3.50 કરોડના ખર્ચે વિકસાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવિત્રયાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તીર્થધામ બહુચરાજીના વિકાસ માટે રૂ.3.50 કરોડ ફાળવાયા છે. જેમાંથી ગાયકવાડી બાંધલિયા તળાવ, વલ્લભ ભટ્ટની વાવ તેમજ નાની માતાના મંદિર સહિતનો વિકાસ કરવામાં આવશે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ અને ડાયરેકટર ગણપતભાઇ જોશી બુધવારે બહુચરાજી મંદિરની મુલાકાતે આવ્યા હતા. તેમણે મંદિર પરિસર તેમજ તેને લગત ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યુ હતું અને કામમાં રહી ગયેલી ખામીઓ સત્વરે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી. તેમની સાથે વહીવટદાર હસમુખ પટેલ, ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નરેશભાઇ ઠક્કર, જગતસિંહ સોલંકી, અગ્રણી ધીમંતભાઇ વ્યાસ, રેલ યુઝર્સ કમિટીના સભ્ય રાજુભાઇ ભટ્ટ વગેરે જોડાયા હતા.

પત્રકારો સાથેની વાતચીતમાં ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે, તીર્થધામ બહુરાજીનો અંબાજી અને વૈષ્ણોદેવીની પેટર્ન મુજબ વિકાસ કરવાનો નિર્ણય યાત્રાધામ વિકાસ બોર્ડે લીધો છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં સાડા ત્રણ કરોડના ખર્ચે મંદિર નજીક આવેલા પ્રાચીન અને ઐતિહાસિક બાંધલિયા તળાવનો વિકાસ કરાશે.