તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજીધામમાં આજથી ભાદરવી મેળાનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શક્તિધામઅંબાજી ખાતે શનિવારથી ભાદરવી મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. જે 16 સપ્ટેમ્બર એમ સાત દિવસ સુધી ચાલશે. મા અંબાના દર્શનાર્થે અને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સેવા અને સુરક્ષા માટે થઇ તંત્ર સજ્જ થઇ ગયું છે. શ્રદ્ધાળુઓ સુખરૂપ દર્શન કરી શકે તે માટે દર્શનનો સમય વધારી અને 15 કલાક, 45 મિનિટનો કરાયો છે.

યાત્રિકોની સગવડ જળવાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓની 16 સમિતિની રચના દ્વારા અંબાજીધામ અને વિસ્તારને અભેધ સુરક્ષા કવચથી મઢી દેવામાં આવશે. જ્યારે અંબાજીમાં મા અંબાના ચરણ પખાળવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ કે નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં ભૂમિકા નિભાવતા એસટી વિભાગ દ્વારા કુલ 1220 બસોના સંચાલન દ્વારા જુદા-જુદા 9 બુથો દ્વારા એસટી પરિવહનનું સંચાલન કરવામાં આવશે. મેળ દરમિયાન વિજપુરવઠો ખોરવાઇ જાય તદઉપરાંત અંબાજીને જોડતા માર્ગો અને ઘાંટીવાળા વિસ્તારમાં પદયાત્રિઓને પ્રકાશ મળી રહે તે માટે થઇ વિજતંત્ર દ્વારા જુદાજુદા 17 કંટ્રોલ પોઇન્ટ દ્વારા મેળાનુ સંચાલન કરવામાં આવશે. જેમાં બસ સ્ટેન્ડથી લઇને મંદિર સુધી રેલીંગ વ્યવસ્થા, યાત્રિકોની લાઇનમાં પીવાના પાણી તેમજ લીંબુ શરબતની વ્યવસ્થા પણ કરાઇ છે. યાત્રિકોને પુરતી પ્રસાદ મળી રહે તે માટે મંદિર ચાચર ચોકમાં વધારાના ભેટ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

એસટી કર્મચારીઓ માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા

એસટીકર્મચારીઓ દ્વારા સીધા સામાનનું દાન મેળવી સાત દિવસ માટે અંબાજી આરટીઓ સર્કલ પાસે એસટી કર્મચારીઓ માટે સૌપ્રથમાવાર નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરાઇ છે.

આજથી અંબાજીનુ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ બંધ

ભાદરવીમેળા દરમિયાન યાત્રિકોને સુખરૂપ દર્શન થઇ શકે તે માટે અંબાજીનું મુખ્ય બસસ્ટેન્ડ શનિવારથી બંધ કરી જુદા જુદા 9 બુથો દ્વારા સંચાલન કરાશે.

યાત્રિકોની સુવિધા માટે 16 સમિતિની રચના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો