તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજીના માર્ગે પદયાત્રીઓએ ફેંકેલો 10 ટન કચરો એકઠો કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભેગા થયેલા કચરાનું રિસાઇકલિંગ કરી ચીજવસ્તુઓ બનાવાશે

ગુજરાતનાખૂણેખૂણેથી માઇભક્તોનુ ઘોડાપૂર અંબાજી જઇ રહ્યું છે, ત્યારે શ્રદ્ધાળુઅો થકી રસ્તા પર પડતા કચરાને અેકઠો કરવાનું અભિયાન ગાંધીનગરથી અંબાજી સુધીના પટ્ટામાં શરૂ કરાયું છે. પ્રદૂષણ નિયંત્રણ વિભાગ અને સ્થાનિક નગરપાલિકાના સહયોગથી ખાનગી સંસ્થાએ અત્યાર સુધીમાં 10 ટન કચરો ભેગો કરી લીધો છે. ભેગા કરાયેલા કચરાને રિસાઇકલિંગ પદ્ધતિથી પ્લાસ્ટિકની ચીજો બનાવવામાં આવનાર છે.

મહેસાણાથી અંબાજી સુધીના 100થી વધુ કિમીના માર્ગમાં પ્રદૂષણ નિયંત્રણ વિભાગની મહેસાણા સ્થિત પ્રાદેશિક કચેરી અને પટ્ટામાં આવતી નગરપાલિકાઓના સહયોગથી ખાનગી સંસ્થાએ કચરો ભેગો કરવાનું છેલ્લા પાંચ-છ દિવસથી શરૂ કર્યુ છે. રોજના 200થી વધુ કામદારોની ટીમે રસ્તા પર ફરી ફરીને કેમ્પમાં રોકાણ કરી 10 ટનથી વધુ કચરો ભેગો કરી લીધો છે. કામગીરી હજુ ચાલુ રહેશે. તમામ કચરાનુ રિસાઇકલિંગ કરી પ્લાસ્ટિકની અને કાગળની ડીસો- કપ- બેગ- પાઉચ બનાવાશે.

જીપીસીબીના અધિકારી પ્રિયદર્શિનીએ જણાવ્યું કે, પ્લાસ્ટિકનો નાશ થઇ શકતો નથી અને રસ્તા પર ફેંકી દીધેલું પ્લાસ્ટિક ગંદકી સાથે પર્યાવરણને માટે નુકસાનકારક છે. માટે તેનું રિસાઇકલિંગ કરવાનો નિર્ણય કર્યો, જે વેસ્ટમાંથી બેસ્ટ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો