તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ પાસે બાઇક સ્લીપ ખાતાં 3ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુતાલુકાના મંદ્રોપુર ગામના રોનકકુમાર મહેશભાઇ રાવલ તેમના બે મિત્રો ધીરજ ચૌધરી અને અમુલ ચૌધરી સાથે બાઇક પર સવાર થઇ રવિવારે રાત્રે અંબાજી જતા યાત્રાસંઘોને જોવા ખેરાલુ આવ્યા હતા. તેઓ ખેરાલુના સાંઇબાબા મંદિર આગળથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઇ જતાં ત્રણેય માર્ગ પર પટકાયા હતા. જેમાં રોનક રાવલને ગંભીર ઇજા થતાં તે બેહોશ થઇ ગયો હતો. જ્યારે તેના બે મિત્રોને પણ ઇજા થતાં ત્રણેયને સારવાર અર્થે અહીંની સિવિલમાં લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રોનક રાવલ અને ધીરજ ચૌધરીને ગંભીર ઇજા થઇ હોવાથી બંનેને વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કર્યા હતા. જોકે, ખેરાલુ પોલીસમાં ફરિયાદ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો