તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર તાલુકા સરપંચ સંગઠનની રચના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર તાલુકાના સણાદર ગામ અંબાજી મંદિર ખાતે બુધવારે દિયોદર તાલુકાના પંચાયતના સરપંચોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દિયોદર તાલુકા સરપંચ સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ઈશ્વરસિંહ ચેલસીહ વાઘેલા-જાલોઢા, ઉપપ્રમુખ વિહાજી ચોથાજી ઠાકોર, મહામંત્રી બાબુલાલ છત્રાલિયા, મંત્રી જગદીશ ભીખાભાઈ ચૌધરી, સહમંત્રી અલ્કેશભાઇ જયરામભાઇ જોષી અને સંગઠન મંત્રી રમેશભાઈ મોદી તેમજ ખજાનચી પ્રહલાદભાઈ માળીની નિમણૂંક કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદર તાલુકાના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરપંચ સંગઠનના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...