• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ambaji
  • ઇડરમાં \"અમારા સમાજના મંદિરનો મામલો છે\' કહી ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો

ઇડરમાં \"અમારા સમાજના મંદિરનો મામલો છે\' કહી ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે રાત્રે સાડા દસેક વાગ્યે ઇડરના ભોઇવાડામાં વેરાઇ મંદિર પાસે કેટલાક લોકો મંદિરના ટ્રસ્ટ માટે એકઠા થયા છે અને ઝઘડો થયો છે તેવી ઇડર પોલીસને કોઇએ જાણ કરવામાં આવતાં ભોઇવાડામાં પહોંચેલી પોલીસને અમારા સમાજના મંદિર ટ્રસ્ટનો મામલો છે કહીં સીધો પોલીસ પર પથ્થરોથી હૂમલો કરી દેતાં બે પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા અને બે પોલીસ વાહનની તોડફોડ કરાઇ હતી. પોલીસે 50 જણાના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી 18 જણાની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મંગળવારે સાડા દસેક વાગ્યે પીએસઓ ભારતીબેને એ.એસ.આઇ. દલપતભાઇને જાણ કરી હતી કે, ભોઇવાડામાં વેરાઇ માતા મંદિર પાસે જ્યંતીભાઇ કડીયાને ત્યાં ઝઘડો થયો છે તેથી પોલીસ સ્ટાફ અગિયારેક વાગ્યે પહોંચ્યા હતા. 50 સ્ત્રી - પુરુષ ભેગા થયેલ હતા અને ઝઘડો કરી બોલાચાલી કરી રહ્યા હતા. જેથી ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતા કિરણભાઇ પૂજાભાઇ ભોઇ નામના શખ્સે અમારા સમાજના મંદિર ટ્રસ્ટ બાબતનો ઝઘડો છે તમો કેમ આવેલ છો તેમ કહીં અન્ય લોકોની ઉશ્કેરણી કરી પથ્થર મારો શરૂ કરી દીધો હતો.

પોલીસની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. તસવીર : ભાસ્કર

શું વિવાદ છે
અંબાજી મંદિર ટ્રસ્ટનો વહીવટ જયંતિભાઇ કડીયા કરે છે અને વહીવટ અંતર્ગત વિવાદ ચાલી રહ્યો છે જે બાબત ચેરીટી કમીશ્નરમાં ચાલી રહી છે અને તેની બુધવારે મુદત હતી. અનુસંધાને લોકો ભેગા થયા હતા અને તકરાર ચાલી રહેલ હોઇ તેમને છૂટા પાડવા જતા ઘટના બની હોવાનું પીએસઆઇ એ.વી. એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...