Home » Uttar Gujarat » Palanpur District » Ambaji » બધાને અનામત જોઇએ છે, બંધારણ નહીં બદલાય : નીતિન પટેલ

બધાને અનામત જોઇએ છે, બંધારણ નહીં બદલાય : નીતિન પટેલ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:00 AM

ભાસ્કર વિશેષ| ખેડબ્રહ્મામાં જિલ્લા કક્ષાની વિશ્વ આદિવાસી દિનની ઊજવણીમાં નિવેદન

  • બધાને અનામત જોઇએ છે, બંધારણ નહીં બદલાય : નીતિન પટેલ
    9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઊજવણી ખેડબ્રહ્મામાં કરવામાં આવી હતી.જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનામત બાબતે કહ્યું કે, બધાને અનામત જોઇએ છે પરંતુ બંધારણ નક્કી છે તેમાં આદિવાસી સમાજ સહિત કોઇ પણ સમાજની ટકાવારીમાં કોઇ ફેર નહીં થાય.

    ખેડબ્રહ્માની આરડેકતા ઇન્સ્ટીટ્યુટ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિશ્વ આદિવાસી દિનની ઊજવણી કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીનું આદિવાસી સમાજ દ્વારા તલવાર, તીરકામઠા, માટીના ઘોડા અાપીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું તથા રમીલાબેન બારાએ નીતીનભાઇને રાખડી બાંધી સ્વાગત કર્યું હતુ.

    આ પ્રસંગે નીતિનભાઇએ જણાવ્યું કે, આદિવાસી સમાજે આજે પણ પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે. ભાજપ સરકાર આવી ત્યારથી આદિવાસી સમાજના યુવાનો ડોક્ટર એન્જિનીયર બની રહ્યા છે. હાલમાં 80,000ની ભરતી કરવામાં આવી છે . જેમાં 15 ટકા આદિવાસી યુવાનોને નોકરી મળી છે. અમે ખાલી ભાષણ કરતા નથી કહીએ તે કરીએ છીએ. અત્યારે બધાને અનામત જોઇએ છે પરંતુ આદીવાસી સમાજ સહિત કોઇપણ સમાજની અનામતની ટકાવારીમાં કોઇ ફેરફાર નહીં થાય. નીતીનભાઇ પટેલ દ્વારા રાજ્યના કિશોર અને કિશોરીઓમાં કુપોષણ દુર કરવાની માહિતી પુસ્તિકા કોફી ટેબલનું અનાવરણ કરવામાં આવ્યું હતું . ત્યારબાદ સરકાર દ્વારા વિવિધ યોજનાઓની માહિતીની સિડી દર્શાવવામાં આવી હતી.

    રૂ.200 કરોડના વિકાસ કામનું લોકાપર્ણ કરાયું

    પાણીની અછતવાળા વિસ્તારોમાં ડ્રિપઇરીગેશન અને સાબરમતી પુલ, હિંમતનગર અંબાજી રોડ, ખેડબ્રહ્મા અને વડાલીના રેસ્ટ હાઉસ મળી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ના કુલ 175 કરોડના કામો તથા માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત)ના રૂ.25 કરોડના કામો મળી કુલ રૂ.200 કરોડના કામોનું લોકાર્પણ કર્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending