તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદમાં 23 વિદ્યાર્થીઓને લેપટોપની ભેટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | વાવ ખાતે થરાદી 6 પરગણા થરાદી મેમણ જમાતની કારોબારી જમાત અને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં 23 વિદ્યાર્થીઓને લેપટોપ, શૈક્ષણિક કીટ અને બેગની ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ વાલીઓનું સન્માન કરાયું હતું. થરાદના પટેલ ઈબ્રાહીમ પરિવારે એક વિદ્યાર્થીને દતક લીધો અને તેને આઈ.એ.એસ. બનાવવાની જવાબદારી લીધી હતી. છ પરગણા થરાદી મેમણ જમાત પ્રમુખ હાજી ઉમરભાઈ પટેલ, સેક્રેટરી હાજી સબ્બીરભાઈ, ઉપ પ્રમુખ હાજી ઉસ્માનભાઇ, હાજી મુસ્તફાભાઈ સાંચોર, હાજી કૈયુમભાઈ મુજપુરવાળા, જોન સેક્રેટરી અબ્દુલ સતારભાઈ, હાજી ગુલાબભાઈ પીપરાણી, હાજી મુસ્તુફાભાઈ, હાજી ઝાકીરભાઈ ગાંધી, ઉસ્માનભાઇ ટપાલી, મોમ્દહનીફભાઈ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...