તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચવટી રો હાઉસના રહીશો દ્વારા શ્વાન માટે લાડુની સેવા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી પંચવટી રો-હાઉસ સોસાયટીના રહીશો દ્વારા કુતરાઓ માટે 40 કિલો લાડુ બનાવ્યા હતા. જે આસપાસની સોસાયટીઓના કુતરાઓને ખવડાવવામાં આવ્યા હતા.

ભાવના સેવા કુંભ દ્વારા ‘ પક્ષી બચાવો ’ અભિયાન શરૂ કરાયું
કલોલ ભાસ્કર | ભાવના સેવા કુંભ સંસ્થા દ્વારા પક્ષીબચાવો અભિયાનની સાંતેજ પ્રાથમિક શાળામાંથી શરૂઆત કરાશે. ઉતરાયણમાં પતંગોની દોરીથી હજારો પક્ષી ઘવાય તથા કેટલાકના મૃત્યુ પણ પામતા હોય છે. આથી સંસ્થા દ્વારા કલોલ તાલુકાના 15 ગામોમાં ફરી પંતગની દોરીના ગુંચળાઓ ભેગા કરાશે. આ અભિયાનમાં ભાગ લેનાર સંકુલ-સંસ્થામાં જે 50 કિલોથી વધુ દોરીઓના ગુંચળા ભેગા કરશે તેને રક્ષક શાળા 2020નો એવોર્ડ એનાયત કરાશે.પાપા ટ્રસ્ટ અભિયાનમાં ભાગ લેનાર વિદ્યાર્થી જો 1 કિલોથી વધારે ગુંચળા કરે તો તેને પ્રશંસા પત્ર અને ઇનામ અપાશે. ભેગી કરેલી દોરી 17 થી 20 જાન્યુઆરી સુધી સંસ્થા સ્વિકારશે.

ખાત્રજ શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણી કરાઇ
કલોલ ભાસ્કર | કલોલ તાલુકાના ખાત્રજ પ્રાથમિ શાળામાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, ફિલ્મ નિદર્શન જેવા કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય નંદુભાઇ પટેલે વિવેકાનંદજીના જીવન પ્રસંગ તથા કર્તવ્યબદ દિન વિશે માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અમીતાબેન પટેલએ કર્યુ હતું.

અનન્ય કોલેજમાં ત્રિ-દિવસીય અવરનેશ કાર્યક્રમ યોજાયો
કલોલ ભાસ્કર | કલોલમાં આવેલી કે.આઇ.આર.સી કેમ્પસમાં અનન્ય કોલેજ ઓફ હોમીયોપેથી(આદર્શ હોસ્પિટલ)માં ફર્સ્ટ યર, સેકેન્ડ યર, થર્ડ યરના વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ એડ સીપીઆર સાથે ત્રી-દિવસીય અવરનેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિલીપ દવે દ્વારા યુથ રેડ કરોસની માહિતી આપી હતી.

ઈટાદરાની હાઈસ્કૂલના રમતોત્સવમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જોડાયા
માણસા ભાસ્કર | ઇટાદરા ગામની પટેલ એમ.એમ.હાઇસ્કૂલનો વાર્ષિક રમતોત્સવ તાજેતરમાં યોજાયો હતો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સંગીત-ખુરશી, લીંબુ-ચમચી, કોથળા-દોડ, રસ્સાખેંચ સહિતની રમતોમાં ભાગ લીધો હતો. રમતોત્સવમાં વાલીઓ, શાળા પરિવારની સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો