તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડોલ(પાલ)ના યુવકનું ગામના જ 4 શખ્સો અપહરણ કરી જતાં ચકચાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભિલોડાના કુંડોલ (પાલ) ગામના ૨૦ વર્ષિય યુવકનું ગામના જ 4 શખ્શોએ ગુરૂવારે ગામના પ્રવેશદ્વાર નજીક માર મારી અપહરણ કરતાં ભારે ચકચાર મચી હતી. અપહરણની ઘટના ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે અપહત્ય યુવકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા તપાસ આદરતાં અપહત્ય યુવક ગામ નજીક શનિવારે જંગલમાંથી નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.

કુંડોલ (પાલ)નો 20 વર્ષિય મહેન્દ્ર શિવાજી પાંડોર ગુરુવારે બાઈક લઈ ભિલોડા સારવાર અર્થે જઈ સાંજના સુમારે ઘરે પરત ફરતા કુંડોલ (પાલ) ગામના વળાંકમાં ભાવેશ મગન ડામોર, બહાદુર શાંતિલાલ ડામોર, અજય શંકરભાઇ ડામોર અને ગોવિંદ અમૃતભાઈ ડામોરે રસ્તામાં રોકી મારતાં તેની બહેનને ટેલિફોનિક જાણ કર્યા પછી ફોન અપહરણકારોએ છીનવી લઈ અપહરણ કરી લઈ જતાં યુવકની બહેન અને પાડોશીઓ યુવકની શોધખોળ હાથ ધરતાં મળી ન આવતા અને સ્થળ પરથી બાઈક, ઘડિયાળ,ચપ્પલ અને નજીકમાં વહેતા પાણીમાંથી કપડાં મળતા યુવતી ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ૪ સામે ગુનો નોંધી ત્યારે અપહત્ય યુવક શનિવારે પછી નગ્ન અવસ્થામાં મળ્યો હતો.ભિલોડા પી.આઈ.મનીષ વસાવાએ જણાવ્યું કે યુવક ઘરે પરત ફરતા તેની માનસિક સ્થિતિ કથળતાં સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડી અપહરણકરોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો