તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાનેરાના ફતેપુરા ગામે 30 વર્ષથી પતંગો ઉડાડવામાં આવતાં નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં અંદાજે 30 વર્ષથી ઉત્તરાયણમાં પતંગ ઉંડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. યુવાનો ક્રિકેટ અથવા વડીલો સાથે પૂણ્યના કામમાં સહયોગ કરતા હોય છે. જે પતંગ ચડાવે તેની સામે ગ્રામજનો દ્વારા દંડ કરવામાં આવતો હોય છે. તેથી ગામના તમામ સમાજના લોકો આ આજ્ઞાનું પાલન કરતા જોવા મળી રહ્યા છે અને ગામમાં સૌથી મોટો સંપ પણ જોવા મળી રહ્યો છે.

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં દરેક જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. જ્યાં ઉત્તરાયણ દિવસે પતંગ ઉંડાવવામાં આવતા નથી. પણ એજ ખર્ચમાં ગામલોકો એકઠા થઇ ગામમાં ઘરે-ઘરે ફરી દાન ઉઘરાવે છે અને જે દાન આવે છે તેમાંથી ગાયને ઘાસ અને કુતરાને લાડુ બનાવી ખવડાવે છે. આ ગામના યુવાનો પણ પતંગ ઉંડાવવા બદલે ક્રિકેટ રમી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે અને બીજા ગામના યુવાનોને એક સંદેશો પણ આપે છે. મોટાભાગે આજના દિવસે હજ્જારો લાખો રૂપિયાની દોરી અને પતંગો થકી મોટાભાગનું યુવાધન હર્ષોલ્લાસ મનાવતું હોય છે. જ્યારે આ ગામમાં યુવાનો ક્રિકેટ અથવા વડીલો સાથે પૂણ્યના કામમાં સહયોગ કરતા હોય છે. જે પતંગ ઉંડાવે તેને ગ્રામજનો દ્વારા દંડ કરવામાં આવતો હોઇ દરેક ગામના તમામ સમાજના લોકો આ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે.ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં અંદાજે 30 વર્ષથી ઉત્તરાયણમાં પતંગ ઉંડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. યુવાનો ક્રિકેટ અથવા વડીલો સાથે પૂણ્યના કામમાં સહયોગ કરતા હોય છે. જે પતંગ ચડાવે તેની સામે ગ્રામજનો દ્વારા દંડ કરવામાં આવતો હોય છે. તેથી ગામના તમામ સમાજના લોકો આ આજ્ઞાનું પાલન કરતા જોવા મળી રહ્યા છે અને ગામમાં સૌથી મોટો સંપ પણ જોવા મળી રહ્યો છે.

ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં દરેક જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. જ્યાં ઉત્તરાયણ દિવસે પતંગ ઉંડાવવામાં આવતા નથી. પણ એજ ખર્ચમાં ગામલોકો એકઠા થઇ ગામમાં ઘરે-ઘરે ફરી દાન ઉઘરાવે છે અને જે દાન આવે છે તેમાંથી ગાયને ઘાસ અને કુતરાને લાડુ બનાવી ખવડાવે છે. આ ગામના યુવાનો પણ પતંગ ઉંડાવવા બદલે ક્રિકેટ રમી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે અને બીજા ગામના યુવાનોને એક સંદેશો પણ આપે છે. મોટાભાગે આજના દિવસે હજ્જારો લાખો રૂપિયાની દોરી અને પતંગો થકી મોટાભાગનું યુવાધન હર્ષોલ્લાસ મનાવતું હોય છે. જ્યારે આ ગામમાં યુવાનો ક્રિકેટ અથવા વડીલો સાથે પૂણ્યના કામમાં સહયોગ કરતા હોય છે. જે પતંગ ઉંડાવે તેને ગ્રામજનો દ્વારા દંડ કરવામાં આવતો હોઇ દરેક ગામના તમામ સમાજના લોકો આ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો