નાસ્મેદ તળાવમાં ડુબી જવાથી કિશોરનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાસ્મેદના તળાવમાં માછલીઓને દાણા ખવડાવી રહેલા કિશોરનો પગ લપસતા તળાવમાં પડ્યો હતો. તળાવના કિચડમાં ફસાઇ જતા કિશોરનું મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે કિશોરના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

ગોતા હાઉસિંગમાં 12વર્ષિય અભિષેક રાજેન્દ્રભાઇ મિશ્રા પોતાના પરિવાર સાથે રહે છે. મૃતક કિશોર ગત તારીખ 9મી, મેના રોજ નાસ્મેદ ગામના ગૌચરમાં આવેલા તળાવ પાસે ગયો હતો. બપોરના 2:30 વાગ્યાના સમયમાં માછલીઓને દાણા નાંખતા આ કિશોરનો પગ સ્લીપ થતા તે તળાવમાં પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...