તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કહોડામાં ઘરની ઓસરીમાં સૂતેલા વેપારીની હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરની ઓસરીમાં ખાટલામાં સૂઇ રહેલા ઓટો કન્સલ્ટના વેપારીની ગત રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના 6 ઘા ઝીંકી હત્યા કરતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો. આ મામલે ઊંઝા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ હત્યા માટે કોઇના પર શક બતાવ્યો નથી, પરંતુ ગામલોકોમાં આંગડિયાની લૂંટના પૈસા મામલે ઘટના ઘટી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

કહોડા ગામે ગઢવાસમાં રહેતા અને મિત ઓટો કન્સલ્ટનો વ્યવસાય કરતા રાજપૂત દિલીપસિંહ વિનુજી (32)ની પત્ની સુવાવડ ઉપર પિયર ગયેલી હોઇ એકલા શનિવારે રાત્રે પોતાના ઘરની ઓસરીમાં ખાટલો ઢાળીને સૂઈ ગયો હતો. રવિવારે સવારે પડોશમાં રહેતાં લોકોએ ઓસરીમાંથી લોહીનો રેલો રોડ ઉપર આવેલો જોઈ અંદર જોતાં તેને ભોંયતળિયે લોહીના ખાબોચિયામાં પડેલો જોઇ તેના વાલી વારસોને જાણ કરી હતી. ઊંઝા પોલીસને ઘટનાની જાણ કરાતાં પીઆઇ આર.એલ. ખરાડી તેમજ પીએસઆઇ પાટીલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

તપાસમાં દિલીપસિંહ રાજપૂતને માથા, કપાળ, દાઢી અને છાતીના ભાગે તિક્ષણ હથિયારના ઘાના નિશાન જણાઇ આવતાં હત્યા થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાને પગલે ડીવાયએસપી ડી.એમ.વ્યાસ અને એલસીબી પોલીસ, એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લાશ ઊંઝા કોટેજ હોસ્પિટલમાં પીએમ બાદ એના વાલીવારસોને અંતિમવિધિ માટે સોંપાઈ હતી.

ઊંઝા પીઆઈ આર.એલ.ખરાડીએ જણાવ્યું કે, પીએમ રિપોર્ટમાં રાત્રિના 1થી 3માં બનાવ બન્યો છે. તિક્ષ્ણ હથિયારના 6 ઘા છે. એફએસએલનું પ્રાથમિક તારણ બેથી વધુ હત્યારા હોઈ શકે છે. હાલ મૃતકના કાકા ભરતસિંહ વજાજી રાજપૂતની ફરિયાદ આધારે તપાસ હાથ ધરાઇ છે.

મૃતકના ઘર પાસેથી સિદ્ધપુર-ખેરાલુ રોડને જોડતો 20 ફૂટ પહોળો જાહેર માર્ગ પસાર થાય છે. મૃતક જે ઓસરીમાં ઊંઘતો હતો એની પાળી માત્ર દોઢ ફૂટ જ ઊંચી હોઇ બહારથી સરળતાથી દેખાય તેમ છે. તો મૃતકના ઘરની સામેના ઘર જમીનથી 6 ફૂટ ઊંચા હોઇ તે પણ જોઈ શકે તેમ છે.

ફક્ત અેજ નકારાત્મક સમાચાર જે તમને જણાવવુંજરૂરી છે

હત્યાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. પથારીમાં લોહી જ લોહી પથરાયેલું હતુ.

મૃતકનો મોબાઈલ ગુમ, બંધ આવે છે
પોલીસ તપાસમાં મૃતકએ પહેરેલા દાગીના શરીર ઉપર અકબંધ હતા. જોકે, મોબાઈલ ગુમ થણાયો હતો અને સ્વીચ ઓફ આવે છે. એલસીબીએ મૃતક દિલીપસિંહ રાજપૂતના મિત ઓટો કન્સલ્ટમાં નોકરી કરતા કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછ કરી છે. તેમજ વેપાર જગ્યાએ પણ તપાસ ચાલુ છે.

નાણાકીય લેતી-દેતીમાં હત્યાની ગામમાં ચર્ચા
લોકચર્ચા મુજબ, મૃતક કોઈ જૂની આંગડિયા લૂંટ કે હિસાબમાં માહિતગાર કે સંકળાયેલો કે 7 કરોડ જેટલી રકમ ચાઉં કરી રાતોરાત મોટી પ્રોપર્ટીનો માલિક બન્યો હતો. એ રકમના હિસ્સેદારોનો ભાગ ન આપવાને લઈ હત્યા થઇ હોઈ શકે છે.

સિદ્ધપુરના વેપારીની હત્યાનો ભેદ હજી વણ ઉકલ્યો
ઊંઝા તાલુકાના ઉનાવા પાસે આજથી સવા વર્ષ અગાઉ સિદ્ધપુરના સિંધી વેપારીની લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ભેદ હજી ઉકેલાયો નથી. ત્યાં કહોડા ગામે ઓટો કન્સલ્ટન્ટની હત્યાએ ચકચાર મચાવી છે.

અન્ય સમાચારો પણ છે...