તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મામાં દોરીથી બાઇકચાલકનું ગળું કપાતાં બેહોશ થઇ ગયો,10 ટાંકા આવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મામામાં પોતાના કામે નીકળેલ બાઈકચાલક કામ પતાવી પોતાના ઘર પરત ફરતો હતો. ત્યારે યુવકને ધારદાર દોરી ગળાના ભાગે આવી જતાં કાપો પડી ગયો હતો અને 10 ટાંકા આવી ગયા હતા. દોરી એટલી તિક્ષ્ણ હતી કે ગળાનો અમુક ભાગ કપાઇ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. બાઇકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોશ ગુમાવી ગયો હતો. લોકોની મદદથી યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ખેડબ્રહ્માના પ્રતાપસિંહ કૃષ્ણસિંહ રાઠોડ બાઇક લઇ હાઇવેથી પોતાના ઘર તરફ જતાં દરમ્યાન અચાનક ગળાના ભાગે પતંગની દોરી ટકરાતાં ગળાના ભાગે મોટો કાપો પડી ગયો હતો. અકસ્માતને પગલે બાઇકચાલકને તાત્કાલિક અસરથી ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. જેમાં પ્રતાપસિંહને ગળાના ભાગે 10 ટાંકા આવ્યા હતા. દોરી વાગવાથી યુવક બેહોશ થઇ ગયો હતો.

યુવકને દોરી વાગતાં હોસ્પિટલમાં લવાતાં 10 ટાંકા આવ્યા હતા. જતિન સુથાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો