તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગી તબીબોની હડતાળ વચ્ચે ખેડબ્રહ્મા સિવિલના તબીબોએ બાળકનો જીવ બચાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા તાલુકાના મીઠીબીલી ગામના પાંચ વર્ષના બાળકના ગળામાં કાચ વાગતા સારવાર માટે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં લવાતા ડોક્ટરોએ જહેમત બાદ બાળકનો જીવ બચાવતા માતા પિતાએ હાશકારો અનુભવ્યો હતો.

ખેડબ્રહ્મા તાલુકાના મીઠીબીલી ગામના રાજુભાઇ ધર્માભાઈ ડાભી સોમવારે સવારે મીઠીબીલી થી રાજસ્થાનના મામેર ગામે ગયા હતા અને સાથે પુત્ર જીગ્નેશ (ઉ.વ.5) પણ ગયો હતો. રાજુભાઇ કામ કરતા હતા જીગ્નેશ બીજા બાળકો સાથે બહાર રમતો હતો. રમવા દરમિયાન જીગ્નેશને ગળામાં કાચ વાગતા ઘાયલ થઈ ગયો હતો અને બાળકોએ બુમાબુમ કરતા રાજુભાઇઅે દોડી આવી જીગ્નેશને ખાનગી વાહનમાં ખેડબ્રહ્મા લાવ્યા હતા અને ખાનગી દવાખાના લઇ ગયા હતા. પરંતુ ડોક્ટરો હડતાળ પર હોઈ બાળકને બપોરે 1 વાગે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ઇમરજન્સી વિભાગ ના ડૉક્ટર દીપેન પટેલ દ્વારા પ્રાથમિક સારવાર આપી સર્જનને જાણ કરતા ડો. રોહિત ચૌહાણ જનરલ સર્જન અને ડૉ.પ્રભાકન ઠાકુર ઇ.એન.ટી સર્જન સાથે મળી તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય કરી બંને ડોકટરોએ ફક્ત ગળાનો ભાગ બહેરો કરી એક કલાકની ભારે જહેમત થી ઓપરેશન કર્યુ હતુ.

બાળકનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાત
ડો.રોહિત ચૌહાણ અને ડૉ. પ્રભકાન ઠાકુર ના જણાવ્યાનુસાર કાચ વાગવાથી બાળકના ગળા ની મોટી નસ કપાઈ જવાથી લોહી વધારે વહેતુ હતુ અને વધુ લોહી વહી ગયું અને એનસ્થેટીકની રાહ જોઈ હોત જીવ બચાવવો મુશ્કેલ થઈ જાત.

અન્ય સમાચારો પણ છે...