તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્માના ઊંચી ધનાલના શખ્સનું રાધીવાડમાં દોરીથી ગળુ કપાઇ ગયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા તાલુકાના ઊંચીધનાલ ગામના વ્યક્તિને રવિવારે રાધીવાડ ગામે પતંગની દોરી ગળામાં અાવી જતાં ગળુ કપાયુ હતુ. સ્થાનિકોઅે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા. નોંધનીય છે કે ઉત્તરાયણ પહેલા ખેડબ્રહ્મા તાલુકામાં પતંગની દોરીથી ગળુ કપાવાનો અા બીજો બનાવ બન્યો હતો. બેદિવસ અગાઉ ખેડબ્રહ્માના યુવકનું દોરીથી ગળુ કપાતાં 10 ટાંકા આવ્યા હતા.

રવિવારે ખેડબ્રહ્મા તાલુકાના ઊંચીધનાલ ગામના અમૃતભાઈ લલ્ભુભાઇ સુથાર સાંજે બાઇક લઇ કામ અર્થે બહાર નીકળ્યા હતા. તે દરમિયાન રાધીવાડ ગામે પતંગની દોરીથી તેમનું ગળું કપાયું હતું. પતંગની દોરી એટલી ધારદાર હતી કે, જોતજોતામાં ગળાના ભાગે મોટો કાપો પડી ગયો હતો. ઘટનાને લઇ સ્થાનિકોએ તાત્કાલિક જનરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડો.દેવાંશીશ ત્રિવેદીએ સારવાર આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો