તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મામાં 100 વર્ષ જૂનો લીમડો ધરાશાયી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા| ખેડબ્રહ્માના ગામ વિસ્તારમાં પૌરાણિક વાવ પાસે 100 વર્ષ કરતાં વધુ સમય થી ઊભેલો લીમડો અચાનક ધરાશાયી થઈ ગયો હતો. લીમડા નીચે દેવી પૂજક મહિલા ચાર પાંચ લારીઓમાં વાસણ અને જૂના કપડાં નો વેપાર કરતી હતી. સદનસીબે બાજુમાં બાલમંદિરની દીવાલ હોવાથી લીમડો જમીન દોસ્ત થયો ન હતો. જેથી દેવી પૂજક મહિલા અને તેની સાધન સામગ્રીનો બચાવ થયો હતો. ઈશ્વરભાઈ સુથારના જણાવ્યા અનુસાર આ લીમડો 100 વર્ષ કરતાં જૂનો છે અને તેને રોધરીના મૂળ રહીશ અને ખેડબ્રહ્મામાં રહેતા રાજારામ જોશીએ વાવી અને ઉછેર્યો હતો. જતીન સુથાર

અન્ય સમાચારો પણ છે...