છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે કલોલવાસીઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે કલોલવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ગરમીનો પારો ઉંચકાતા લોકો ઘરમાંજ પુરાઇ રહેવાનું પસંદ કરતા શહેરના માર્ગો સુમસામ થઇ જાય છે. ગરમીથી બચવા માટે કલોલ બજારના વેપારીઓએે તાડપત્રી લગાવતા ખરીદી કરવા આવતા ગ્રાહકો તેમજ વેપારીઓને કંઇક અંશે રાહત થઇ છે.

ઉનાળાએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે. કલોલ પંથકમાં કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી વધતા પશુ-પક્ષીઓની હાલત કફોડી બની છે. સાથે માનવજાત પણ કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે. બપોરે માર્ગો પર સ્વંયભૂ કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળે છે. ગરમીથી બચવા લોકો વિવિધ નુસખા કરે છે.

અન્ય સમાચારો પણ છે...