તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલતી બસમાં એટેક આવતાં જજના પિતાનું મોત નિપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જીલ્લાના કડી શહેરમાં ગાર્ડનવિલા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 65 વર્ષિય રમેશચંદ્ર ભવાનીશંકરભાઇ ત્રિવેદી તારીખ 12 ડિસેમ્બરે ધર્મપત્ની જ્યોત્સનાબેનને સાથે લઇને કડીથી ગાંધીનગર લોકાચાર માટે એસ ટી બસમાં જઇ રહ્યા હતા.

ત્યારે કલોલ અંબિકા હાઇવે પર અચાનક એટેક આવતાં છાતીમાં દુખાવો થતા તેઓ ગાંધીનગરના બદલે અંબિકા ઉતરી ગયા હતા અને તેમને સારવાર માટે પ્રથમ કલોલની પ્રાઇવેટ હોસ્પિટલમાં અને ત્યાંથી કલોલ સિવીલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તેમને નિષ્પ્રાણ જાહેર કરતા શોકની લાગણી ફરી વળી હતી. બનાવની જાણ થતા સગા સબંધીઓ કલોલ સિવીલ હોસ્પિટલ પર આવી પહોચ્યા હતા. મૃતકના પુત્ર અમિતભાઇ ત્રીવેદી દેત્રોજમાં જજ તરીકે ફરજ બજાવે છે.

આ રીતે આધેડનું હાર્ટ એટેકથી મોત નિપજતાં તેમના પરિવારજનો તેમ જ સગા-સંબંધીઓમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...