તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેણપ પાટિયા નજીક જીપની ટક્કરે બાઈકચાલકનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુઇગામ-ભાભર હાઇવે પર બેણપ પાટિયા નજીક શુક્રવારે સાંજે બાઇક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમા બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું.

સુઇગામ તાલુકાના બેણપ ગામના ગંગારામભાઈ ભૂરાભાઈ સુથાર(ઉ.વ.38)શુક્રવારે સાંજના સમયે બાઇક લઈ બેણપ ગામથી સુઇગામ તરફ જતા હતા.ત્યારે બેણપ પાટીયા નજીક સુઇગામથી ભાભર તરફ જતા જીપના ચાલકે બાઇકને ટક્કર મારતાં ગંગારામભાઈનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.જો કે બે સંતાનોના પિતાના મોતથી પરિવારજનોમાં રોકકળ મચી ગઇ હતી.જે અંગેની જાણ થતાં સુઇગામ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી પંચનામું કરી લાશનું સુઇગામ સી.એચ.સી ખાતે પી.એમ કરવા ખસેડી હતી.મોડે સુધી ફરિયાદની કાર્યવાહી કરાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો