Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસાની મૃતક યુવતીને ન્યાય અપાવવા ઇડરમાં જનાક્રોશ રેલી અને મોડાસામાં કેન્ડલ માર્ચ
ઇડર| મોડાસા તાલુકાની યુવતીના દુષ્કર્મ વીથ મર્ડરના આરોપીઓને કડક સજા થાય, જલ્દી ન્યાય મળે એ માટે ઈડર તાલુકા અનુસૂચિત સમાજ અને જય ભીમ યુવા સંગઠન દ્વારા ઈડર ટાવરથી પ્રાંત કચેરી સુધી જન આક્રોશ રેલી યોજાઈ હતી. ઇડર જય યુવા ભીમ સંગઠન તેમજ મુકેશભાઈ સોલંકી યુવાનો અને આગેવાનો જોડાયા હતા. ઈડર પ્રાંતને આવેદન આપી હત્યારાઓને છાવરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી. પરેશ પટેલ
મોડાસા | મોડાસામાં ગુરુવારે સાંજે તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. મેઘરજ રોડ પરથી કેન્ડલ માર્ચ સાથે નીકળેલી રેલીમાં યુવાનો મહિલાઓ બાળકો વડીલો જોડાયા હતા. સાયરાની મૃતક યુવતીને શ્રદ્ધાંજલી અર્પણ કરી કરી હતી. મૃતક યુવતીના પરિવારજનોને ઝડપી ન્યાય મળે તેવી માંગણી કરી હતી. કેન્ડલ માર્ચ સાથે નીકળેલી રેલી ચાર રસ્તા ટાઉન હોલ પાસે પહોંચી યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અલ્પેશ પટેલ