તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરમાં ગંજબજાર નાકા નજીક જે.વી કંપનીની સાઇડ પરથી લોખંડની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડનગરમાં ગંજબજાર નાકા નજીક જે.વી કંપનીની સાઇડ પરથી લોખંડની 9 પ્લેટોની ચોરી કરનારા બે શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી રૂ.22,500નો મુદ્દામાલ કબજે લીધો હતો.

વડનગરમાં ગંજબજાર નાકા નજીક ભારત માવાણી (જે.વી) કંપનીની સાઇડ ઉપરથી શનિવારે સેન્ટીંગની લોખંડની 9 પ્લેટો રૂ.22,500ની ચોરી થઈ હતી. પ્લેટો ચોરી થયાની જાણ થતાં કંપનીના વિસનગરના રહીશ રણજીતસિંહ ઘનશ્યામસિંહ સોલંકીએ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જે અનુસંધાને પીએસઆઈ બી.એમ.પટેલ, સ્ટાફના જયેશભાઈ સહિતે બાતમીને આધારે રવિવારે ઠાકોર હેમરાજજી અનારજી અને ઠાકોર રાજુજી નાગજીજીને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે લઈ બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો