તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાની સાયન્સ કોલેજમાં ઈનોવેટીવ પ્રયોગો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા: મોડાસાની સર પી.ટી. સાયન્સ કોલેજના SSIP કેન્દ્ર, વિજ્ઞાન વર્તુળ તથા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા SSIP અને ગુજકોસ્ટ પ્રેરિત IPR પરિચય સેમિનાર શાળા-કોલેજનાં વિદ્યાર્થી શિક્ષકો માટે યોજાયો હતો. આ સેમિનારમાં ઇનોવેટીવ આઇડીયા ધરાવતાં સરસ્વતી વિદ્યાલય રમાસ બાયડ અને જે બી શાહ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ મોડાસાના પ્રોજેક્ટસ રજૂ કરાયા હતા.સેમિનારમાં વિષય તજજ્ઞ ડૉ. સુમિત શાસ્ત્રી, પ્રોજેક્ટ ડાયરેક્ટર ગુજકોસ્ટ ગાંધીનગર[ બૌધિક સંપદા ના અધિકારોની છણાવટ કરી હતી. કોલેજના આચાર્ય ડૉ. કે પી.પટેલે SSIP કેન્દ્રની માહિતી આપી હતી. કેળવણી મંડળના પ્રમુખ નવીનચંન્દ્ર આર. મોદી, પ્રભારી મંત્રી સુરેન્દ્રભાઇ જે. શાહે પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમનું પેટાકેન્દ્ર માટે ડૉ. શાસ્ત્રીને રજૂઆત કરી હતી. કોલેજોનાં આચાર્યઓ ડૉ. સુધીર જોષી, ડૉ. દિપક જોષી, ડૉ. રાજેશ વ્યાસ,પ્રા.પરિમલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. કો-ઓર્ડીનેટર ગિરિશ વેકરિયાએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો