તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદરમાં સફાઇ કામદારોને સેનિટેશનની માહિતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદર | દિયોદર તાલુકા આરોગ્ય કચેરી ખાતે બુધવારે દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ દ્વારા તેમજ દિયોદર તાલુકા મથક ખાતેની સરકારી કચેરીઓ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, એસટી ડેપો, વિવિધ બેંકો, પોલીસ સ્ટેશન, ડીવાયએસપી કચેરી, પોસ્ટ ઓફિસ, પશુ દવાખાનું, ન્યાય મંદિર વગેરે સરકારી કચેરીઓના સફાઇ કામદારોને વર્તમાન સમયે કોરોના કહેરને લઈને હાથ ધોવા પોતું કરવું, સાફ-સફાઈ કરવી, ઓફિસની સાફ-સફાઈ વગેરે કોરોના સંબંધિત સફાઈ કામગીરી અંતર્ગત વિસ્તૃત રીતે ડેમો કરીને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડો.બ્રિજેશ વ્યાસ, ટીડીઓ એસ.જી.ઢુકા, ડેપો મેનેજર આર.એમ.મેવાડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ કચેરીઓના સંખ્યાબંધ સફાઈ કામદારોએ માર્ગદર્શન મેળવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...