ઇન્દ્રપના યુવકનો વ્યાજખોરોના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી તાલુકાના ઇન્દ્રપ ગામના યુવકની લાશ રવિવારે બપોરે ચડાસણા ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે, પોલીસે હાલના તબક્કે અકસ્માત મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ઈન્દ્રપ ગામના રજનીપુરી સોમપુરી ગૌસ્વામી (41) એ રવિવારે બપોરે ચડાસણા ગામની સીમમાં ઝાડે ગળે ફાંસો ખાધો હતો. જેની જાણ થતાં પરિવાર સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. બહુચરાજી પોલીસે લાશનું પંચનામુ કરી લાશ શંખલપુર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતકે લખેલી ચિઠ્ઠી મળી આવી છે, જેમાં વ્યાજખોરોનો માનસિક ત્રાસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ છે. માતાએ એકનો એક પુત્ર અને બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો હોવાની ઘટનાથી ગામમાં શોક છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...