કડી શહેર સહિત સીમ વિસ્તારના નાનીકડી, કુંડાળ, બુડાસણ સહિત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી શહેર સહિત સીમ વિસ્તારના નાનીકડી, કુંડાળ, બુડાસણ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતાં ઢોરોના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. કડી પાલિકાએ 176 રખડતી ગાયોને ઝડપી લઈ ડબ્બામાં પૂરી વધુ રખડતાં ઢોર ઝડપી લેવા કવાયત હાથ ધરાઇ છે.

કુંડાળમા લોકોએ રખડતી ગાયોને ઝડપી પંચાયત કંમ્પાઉન્ડમાં પૂરી બાદમાં પાંજરાપોળમાં ખસેડાઈ હતી. કડી પાલિકા વિસ્તારમાં 176 ગાયોને પાલિકાએ પકડી ડીસા પાંજરાપોળમાં ખસેડી તેમ છતાં હજુ સમસ્યા યથાવત જોવા મળે છે. પાલિકાના ઢોર પકડવાના કોન્ટ્રાકટરની નબળી કામગીરીને પગલે શહેરમાં ઠેરઠેર રખડતા ઢોર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...