તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીમાં ગાયત્રી ભવન, યજ્ઞશાળા અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્દઘાટન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીના કરણનગર રોડ સ્થિત ગાયત્રી શક્તિપીઠના છઠા પાટોત્સવ પ્રસંગે દાતાઓના દાન થકી તૈયાર થયેલા ગાયત્રી ભવન, યજ્ઞશાળા અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્દઘાટન મંગળવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરાયું હતું. નાયબ મુખ્યમંત્રીએ કડીના દાતાઓને સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સહયોગ બદલ બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, પાલિકા પ્રમુખ શારદાબેન પટેલ, ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, કડી તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, મંત્રી નટવરભાઈ પટેલ, જયેશભાઈ કૃણાલ, બિલ્ડર જગદીશભાઈ પટેલ, જે.કે.પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાટોત્સવ પ્રસંગે ગાયત્રી મંદિરે સવારે ઉદ્દઘાટન બાદ યજ્ઞ યોજાયો હતા. સાંજે કડી સહિત કરણનગર રોડ વિસ્તારના છ હજાર દર્શનાથીઓની પ્રસાદનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...