તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરના વૃંદાવન ફ્લેટમાં માત્ર 15 મિનિટ તેય ઓછા ફોર્સથી પાણી મળે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર શહેરના ચંદનપાર્ક વિસ્તારમાં આવેલા વૃંદાવન ફ્લેટમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતું પાણી આવતું હોવાની રાવ સાથે મહિલાઓ શુક્રવારે ડોસાભાઇ વોટરવર્કસ દોડી ગઇ હતી અને હાજર ચીફ ઓફિસરને પૂરતું પાણી આપવા રજૂઆત કરી હતી. મહિલાઓને લાઇન ચેક કરી સમસ્યાનો હલ કરાશે તેવી હૈયાધારણા અપાઇ હતી.

શહેરના સ્ટેશન રોડ પર આવેલ ચંદનપાર્ક વિસ્તારના વૃંદાવન ફ્લેટમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતુ પાણી આવે છે. જેના કારણે રહીશોને ટેન્કરો દ્વારા પાણી મંગાવવું પડે છે. શુક્રવારે ફ્લેટની મહિલાઓ ડોસાભાઇ બાગ વોટરવર્કસ ખાતે દોડી ગઇ હતી અને ચીફ ઓફિસર અશ્વિન પાઠકને રજૂઆત કરતાં તેમણે સમસ્યાનો હલ લાવવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ બોર ઓપરેટરોએ મહિલાઓને તેમના વિસ્તારની લાઇનો ચેક કરી સમસ્યાનો કાયમી હલ લાવવા કહેતાં મહિલાઓ પરત ફરી હતી.

ફ્લેટની મહિલાઓએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી અપૂરતા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. એમાંય 15 દિવસથી ફક્ત 15 મિનિટ જ પાણી આઓ છે, જે પણ અપૂરતુ હોવાથી અમારે નાછુટકે રજૂઆત કરવા આવવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...