તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં પાલિકાઅે બીજા દિવસે 16 લોકોને જાહેરમાં થુંકવા બદલ દંડ ફટકાર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને પગલે વિસનગર નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ચેકીંગ હાથ ધરી જાહેરમાં થુંકવા બદલ 16 લોકોને દંડ કરી 1800 રૂપિયા વસુલ્યા છે. જે કામગીરી સતત ચાલુ રહેશે તેમ પાલિકાઅે જણાવ્યું હતું.

કોરોના વાયરસને પગલે વિસનગર નગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં અાવી રહી છે. જેમાં બુધવારના રોજ દસ લોકોને જાહેરમાં થુંકવા બદલ દંડ કરવામાં અાવ્યો હતો. જે કામગીરી ગુરૂવારના રોજ પણ ચાલુ રાખવામાં અાવી હતી જેમાં પાલિકાના ચેકીંગ દરમિયાન જાહેરમાં થુંકતા 16 લોકો પાસેથી 1800 રૂપિયા દંડ વસુલાયો હતો. જયારે ગુરૂવારના રોજ પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સફાઇ કરવામાં અાવી હતી. જેમાં પાલિકા દ્વારા અા કામગીરી ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. જ્યારે અારોગ્ય વિભાગ દ્વારા શહેરના કોર્ટ સંકુલ સહિતના વિસ્તારોમાં લોકોના ટેમ્પરેચર માપી સેનેટરાઇઝેશન ઉપયોગ કરાયો હતો.

_photocaption_વિસનગર કોર્ટ સંકુલમાં અારોગ્ય વિભાગે વકીલોની ટેમ્પરેચર માપી સેનેટાઇઝેશનનો ઉપયોગ કરાયો હતો.*photocaption*

વિસનગર કોર્ટ સંકુલમાં વકીલોની ટેમ્પરેચર માપી સેનેટાઇઝેશનનો ઉપયોગ કરાયો
અન્ય સમાચારો પણ છે...