તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારાહી ગામે ગટરઉભરાતાં ગંદા પાણીથી રહીશો પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર તાલુકાના વારાહી ગામે રાણાની વાસમાં ઉભરાતી ગટરના પાણીથી રોગચાળાના ભયના ઓઢાડે રહેતા રહીશો ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વરતા રહીશો દુષિત પાણીથી કંટાળી રહીશો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત પણ લેવાતી નથી ઉભરાતી ગટર બાબતે રહીશો દ્વાર વારંવાર મૌખિક તેમજ લેખિત રજુઆતો કરી હતી.

વારાહી ગામની સ્વચ્છતા અભિયાન અંતર્ગત પસંદગી થયેલ હતી કેન્દ્રમાંથી સ્વચ્છતા અભિયાનની ટીમ વારાહી ગામમે મુલાકાતે આવી હતી. ત્યારે એક દિવસ માટે ટીડીઅો, તલાટી સહિત તમામ તંત્ર સ્વચ્છતા અભિયાનમાં જોડાયું અને ઠેર ઠેર જામેલા ગંદકી ના ઠગ દૂર કર્યા હતા. સમયાંતરે ગટરની સફાઈ ન કરાતા ઉભરાતી ગટરોથી તો એવુ લાગી રહ્યું છે કોન્ટ્રકટર દ્વારા ગટર સફાઈની આવતી રકમ બારોબાર ચાઉં કરી ભ્રષ્ટાચાર આચરે છે.

અા અંગે મલેક રહીમખાન હમીરજી જણાવ્યુ કે સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવેલ ગટર બનાવી ત્યારથી કાયમી અમારા વિસ્તારમાં ઉભરાય છે. જેને કારણે ગટરનું દુષિત પાણી મુખ્ય માર્ગ પર ભર્યું રહે છે અને રોગચાળાની ભીતિ સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...