તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડનગરના બે ઠગોએ એકના ડબલમાં 11 લાખનો ચૂનો લગાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર તાલુકાના શેરપુર ગામના બે શખ્સોએ ડુંગરી ગામના પિતા-પુત્રને વડનગરના બે શખ્સો સાથે મલાવી અેકના ડબલ કરાવી અાપવાની લાલચ અાપી રૂ.11.51 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ જાદર પોલીસ મથકે નોંધાયો છે. રૂ.30 લાખની લ્હાયમાં નોટોના બંડલ ભરેલું બોક્સ ખોલતાં તેમાંથી રૂ.100ની ચાર નોટો નીકળી હતી. બાકીના કોરા કાગળ હોઇ પિતા-પુત્રના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી.

\\\"લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે\\\' કહેવતને સાચી ઠેરવતી આ ઘટનામાં ડુંગરી ગામના નિમેશ જયંતિલાલ પટેલ શેરપુર ગામના ગોપાલ મોહનભાઇ વણકર (કાપડીયા) અને તેના વર્મા નામના મિત્રના પરિચયમાં અાવ્યા હતા. 25 માર્ચના રોજ ગોપાલ કાપડીયાઅે વાત કરી હતી કે વડનગરના પિયુષ ઠાકોર અને નિકુલ ઠાકોર સાથે મારે અોળખાણ છે અને તેઅો અેકના ડબલ કરી અાપે છે. આથી નિમેશ પટેલ ઇડર ગયા હતા અને ગોપાલ કાપડીયા તથા વર્મા નામના શખ્સ સાથે વડનગર જઇ અને તળાવ નજીકના રસ્તે થઇ અેક ખેતરની અોરડીમાં પહોંચ્યા હતા. જ્યાં અા બંને શખ્સો કાગળના બંડલ પ્રવાહી ભરેલા ત્રણ તગારામાં નાખી તેમાંથી રૂ.200, રૂ.100, રૂ.50 અને રૂ.20 ની નોટો બનાવી સૂકવી રહ્યા હતા.

ગોપાલ કાપડીયા અને વર્માઅે અા બંને પિયુષ ઠાકોર અને નિકુલ ઠાકોર સાથે પરિચય કરાવતાં તેમણે કહ્યંુ કે, અમારી પાસે અલગ અલગ કેમિકલ છે તમે જેટલી રકમ અાપશો તેના અઢી ગણા પૈસા અમે તમને તરત અાપી દઇશું. આથી ગોપાલ કાપડીયા અને વર્માઅે કહ્યું કે પૈસાની સગવડ કર અમે અઢી ગણા પૈસા અપાવીશું. ઘેર અાવીને નિમેશ પટેલે તેના પિતા જયંતિલાલ પટેલને વાત કરતાં તેમણે પોતાની પાસેથી તથા સગાસંબંધીઅો પાસેથી રૂ.5.51 લાખ ભેગા કરી પિયુષ અને નિકુલને ફોનથી વાત કરતાં તેમણે કહ્યું કે, તમે રૂ.12 લાખ લઇ અાવો તો અમે તમને રૂ.30 લાખ કરી અાપીશું.

28 માર્ચના રોજ નિમેષ પટેલ અને તેના પિતા સવારે 11 વાગે વડનગર જઇ રૂ.5.51 લાખ અા બંને જણાને અાપતાં તેમણે કહ્યું કે અાટલી મોટી રકમ અત્યારે અહીં નથી બીજી જગ્યાઅેથી લઇ અાવંુ છંુ કહી બાઇક લઇને જતા રહ્યા હતા અને ઘણા સમય બાદ તેમણે કહ્યંુ કે તમે જતા રહો અમે સાંજે તેજપુરા અાવવાના છીઅે પરંતુ બીજા દિવસ સુધી ન અાવતાં પિયુષને ફોન કરતાં તેણે કહ્યંુ કે તમે રૂ.12 લાખ અાપવાના હતા, પૂરેપૂરી રકમ લઇને અાવશો તો રૂ.30 લાખ અાપી દઇશું. અા અંગે ગોપાલ અને વર્માને વાત કરતાં તેમણે કહ્યંુુ કે બાકીના રૂ.6.50 લાખની સગવડ કરી દો અમે તમારી સાથે અાવીને પૈસા અપાવી દઇશું. જાદર પોલીસે નિકુલ અને પિયુષ નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ આવે છે ફટાફટ નીકળી જાઓ
તા. 02/04/19 ના રોજ ગોપાલ સાથે લઇને પિતા-પુત્ર વડનગર ગયા હતા જ્યાંથી તેમને અા બંને ખેરાલુ તાલુકાના કેશરપુરા ગામે બોલાવેલ અને રૂા.6 લાખ તેમને અાપ્યા હતા અને રૂા.50 હજાર સગવડ થયેથી અાપવાનુ કહેતા તેમણે ખાખી કલરના પૂંઠાનુ અેક બોક્સ અાપ્યુ હતુ અને બોક્સના કાણામાંથી રૂા.100 ના દરની નોટો બતાવી હતી. બોક્સ અાપ્યા બાદ તેમણે કહ્યુ કે અહીથી ફટાફટ નીકળી જાઅો પોલીસની ગાડી અાવતી લાગે છે ત્રણેય જણા ત્યાંથી નીકળી ગયા હતા અને પિતા-પુત્રઅે ઘેર અાવી બોક્સ ખોલતા અંદરથી રૂા.100 ના દરની ચાર નોટો ઉપર મૂકેલી નીકળી હતી. નીચેના ભાગે કોરા કાગળ હતા.

અન્ય સમાચારો પણ છે...