તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં પશુઓમાં ખરવા-મોવાના રોગે ભરડો લેતાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં પશુઓમાં ખરવા-મોવાના રોગે ભરડો લેતાં કેટલાય પશુઓ આ રોગની ઝપટમાં આવી જતા પશુ પાલકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

હાલમાં મિશ્ર ઋતુના કારણે લોકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે, તો પાલતું પશુઓમાં પણ સામાન્ય રીતે ચોમાસામાં થતા ખરવા-મોવાના રોગચાળાએ સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં અત્યારે દેખા દીધી છે. જેને લઇ ગાય, ભેંસ સહિતના અનેક પશુઓ આ રોગચાળાની ઝપટમાં આવી જતાં આવા બીમાર પશુઓને લઇ ચિંતામાં મુકાઇ ગયા છે. એમાંય ખાસ કરીને દુધાળા પશુઓને લઇ પશુપાલકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. કેમ કે પશુને ખરવા મોવાની અસર થતાં દૂધ દોહી શકાતું નથી, વળી જે પશુઓને આ રોગની અસર થઇ હોય તેવી બીજા પશુઓને ન થાય તેની પણ વિશેષ કાળજી લેવી પડે છે.

આ અંગે પશુપાલક નરહરદાન ગઢવીએ જણાવ્યું કે મારે 30 ભેંસો પૈકીની 9 ભેંસોને આ રોગચાળાની અસર થઇ છે. જેને લઇ છેલ્લા પાંચ દિવસથી કેટલીક ભેંસોએ ચારો કે પાણી પીધું નથી. ગામમાં સરકારી પશુ દવાખાનું છે તેમ છતાં ખાનગી પશુ ચિકિત્સકો પાસે પશુઓને સારવાર કરાવવી પડી રહી છે.’ ત્યારે ગામમાં ઘણાં બધાં પશુઓ આ રોગના સકંજામાં આવે તે પહેલાં મહામુલા પશુધનને બચાવવા પશુઓમાં રસીકરણ કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો