તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢના ધનપુરા(વી) ગામમાં ગુરુવારે બપોરે એક કિશોર ડેમની પાળે-પાળે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢના ધનપુરા(વી) ગામમાં ગુરુવારે બપોરે એક કિશોર ડેમની પાળે-પાળે ગાયો ચરાવી રહ્યો હતો. ત્યારે પગ લપસતા સિંચાઇના ડેમમાં પડી ગયો હતો. જોકે તંત્ર મોડી સાંજ સુધી દ્વારા શોધખોળ ચાલી હતી છતાં કિશોરનો કોઇ પત્તો લાગ્યો ન હતો.

ધનપુરા(વી) ગામમાં રહેતો નાગજી ભલાભાઇ રબારી (ઉં.વ. અંદાજે 12) ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યા આસપાસ ગાયો ગામના સિંચાઇના ડેમની પાળે-પાળે ચરાવી રહ્યો હતો. તે સમયે અચાનક નાગજીનો પગ લપસી જતા તે ડેમના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જોકે ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવ સ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકો લોકોએ પોલીસ તેમજ ફાયરફાઇટરની મદદ લીધી હતી. દરમિયાન ફાયરફાઇટર તેમજ પોલીસ ટીમ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી પાણીમાં ગરકાવ થયેલા નાગજીની શોધખોળ હાથ ધરી હતી. મોડી સાંજ સુધી પણ કિશોરનો કોઇ પત્તો લાગ્યો નહતો. ડૂબેલા બાળકને બહાર નીકાળવા માટે સ્થાનિક 5 થી 6 તરવૈયાની મદદ લેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...