તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં 15 કિમી ઝડપે આંધી ફૂંકાઇ, ડીસામાં છાંટા પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલટાયેલા વાતાવરણ બાદ ઉત્તર ગુજરાતમાં સોમવારે 4 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાતાં દિવસભર ધૂળની ડમરીઓ ઉડી હતી. આ દરમિયાન ડીસા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા.

દિવસભર પશ્ચિમ થી ઉત્તર દિશા તરફ ભારે પવન ફૂંકાયો હતો. દરિયા તરફની આવતાં પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. પ્રતિ કલાકે 15 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી હતી. બપોરના સમયે ભેજના કારણે ઉકળાટનો કહેર અનુભવાયો હતો. જો કે, સમી સાંજ બાદ ભારે પવનના કારણે ઠંડક પ્રસરી હતી. દિવસ દરમિયાન ડીસા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પલટાયેલા વાતાવરણની સ્થિતિ 17 મી સવારે 8.30 કલાક સુધી રહેશે. આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં આગામી 24 કલાક સુધી માવઠાંની શક્યતા પ્રબળ બની છે.

ગરમીની જગ્યાએ ઉકાળટનો કહેર રહ્યો
પલટાયેલા વાતાવરણથી ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો પોણા ચાર ડિગ્રી સુધી ઘટ્યો હતો. જો કે, 29 થી 49 ટકા સુધી ભેજ યુક્ત વાતાવરણના કારણે ઉકળાટનો કહેર અનુભવાયો હતો.

20 દિવસ બાદ ઉ.ગુ.માં પારો ગગડ્યો
ઉત્તર ગુજરાતમાં છેલ્લે 26 માર્ચે પારો 37.6 ડિગ્રી નોંધાયો હતો. ત્યાર બાદ સતત તાપમાન વધતું ગયુ હતું. 20 દિવસ બાદ પારો ફરી એકવાર 38.0 ડિગ્રીથી નીચે જઇ ડીસાનું તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું.

પાંચ શહેરોનું તાપમાન

શહેર પારો
મહેસાણા 38.0(-2.8)

પાટણ 37.9(-3.1)

ડીસા 37.4(-3.8)

ઇડર 39.1(-2.9)

મોડાસા 37.8(-3.1)

આખા દિવસે નીચા તાપમાનની સ્થિતિ

સમય તાપમાન
સવારે 08.30 28.4

સવારે 11.30 34.8

બપોરે 02.30 36.8

બપોરે 03.30 37.4

સાંજે 05.30 35.6

અન્ય સમાચારો પણ છે...