વડગામ તાલુકાના રૂપાલ ગામના વતની અને સકલાણા પ્રાથમિક શાળામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના રૂપાલ ગામના વતની અને સકલાણા પ્રાથમિક શાળામાં આચાર્ય દિલીપભાઈ વહેલી સવારે સાથી શિક્ષકો સાથે બીએડના સેમિનાર માટે મોડાસા જઇ રહ્યા હતા. ત્યારે મોટાસડા નજીક વાવાઝોડાના લીધે તૂટી ગયેલા ઝાડથી બચવા ગાડી રિવર્સ લેતી વખતે રોડ સાઈડ નીચે પટકાતા ગાડીમાંથી અન્ય 2 શિક્ષકો બહાર નીકળી ગયા હતા. જ્યારે દિલીપભાઈને પતરું ઘૂસી ગયું હોવાથી કારમાં રહી જતા કારમાં સળગી ભડથું બની ગયા હતા.

રૂપાલ ગામના વતની દિલીપભાઈ સદાભાઈ પરમાર વહેલી સવારે ચાર વાગે કારમાં બીએડના સેમિનાર માટે મોડાસા જવા નીકળ્યા હતા. જોકે સાથે અન્ય શિક્ષકોની પણ કાર હોવાથી દિલીપભાઈએ પોતાની કાર જલોત્રા ગામ પાસે પાર્ક કરી અન્ય સાથી શિક્ષક મિત્રની કારમાં બેસી ગયા હતા. અને ત્યાંથી ત્રણેય શિક્ષકો થોડેક કિલોમીટર આગળ જતા મોટાસડા ગામ પાસે વાવાઝોડાના લીધે ઝાડ તૂટેલુ હોવાથી કાર સહેજ રિવર્સ કરતા રોડ સાઇડથી નીચે પટકાઈ હતી. તે વખતે કાર ચલાવી રહેલા શિક્ષક અને પાછળ બેઠેલા શિક્ષક સમય સૂચકતા રાખવી કારમાંથી બહાર નીકળી ગયા હતા. શોર્ટસર્કિટથી આગ લાગી જતા દિલીપભાઈને કારનું પતરું પગમાં વાગેલું હોવાથી તેઓ બહાર નીકળી શક્યા ન હતા અને સાથી શિક્ષકોની નજર સામે જ કારમાં ભડથુ બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...