ગાજીપુરમાં પોલીસની હાજરીમાં દલિત યુવકનો વરઘોડો નીકળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી તાલુકાના ગાજીપુર ગામના દલિત પરિવારે પોતાના પુત્રના લગ્નનો વરઘોડો ગામમાં કાઢવા મામલતદારને લેખિત આપતા તંત્રએ સાવચેતીના ભાગરૂપે 1 નાયબ પોલીસ અધિક્ષક, 4 પી.એસ આઈ અને 46 પોલીસ કોન્સ્ટેબલનો કાફલો રવિવારે ગામમાં ખડકી દઈ શાંતિપૂર્ણ માહોલમાં વરઘોડો સંપન્ન કર્યો હતો.

ગાજીપુરમાં રહેતા બાબુભાઇ શામળભાઈ ભાભીના પુત્ર મેહુલના લગ્ન રવિવારે હતા. .ગામમાં દલિતોનો લગ્નનો વરઘોડો ગામમાં નીકળતો ન હોવાથી તેઓએ પુત્રના લગ્નનો વરઘોડો ગામમાં કાઢવા વડાલી મામલતદાર ગોહિલને લેખિત જાણ કરી હતી. જેથી તંત્ર દ્વારા વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત આપવાની ખાતરી આપી હતી. રવિવારે સાંજે 5 કલાકે મેહુલનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સવારથીજ ગામમાં નાયબ પોલીસ અધિક્ષક,4 પી.એસ.આઈ.અને 46 પોલીસ કોન્સ્ટેબલ કાફલો તેમજ નાયબ મામલતદાર પી.કે.પટેલ તેમજ સ્ટાફ ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો અને ગામના સવર્ણ જાતિના લોકોની ગતિવિધિ પર નજર રખાઇ હતી. સાંજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...