તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્તમાન ટેક્નોલોજી અને મોબાઈલ યુગમાં પણ માણસાના ચરાડા ગામે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન ટેક્નોલોજી અને મોબાઈલ યુગમાં પણ માણસાના ચરાડા ગામે રામલીલાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ઉત્તરપ્રદેશના કાશીના બ્રાહ્મણો દ્વારા જીવંત રામાયણ રાસલીલાના કાર્યક્રમ થકી લોકોમાં ધર્મ પ્રત્યેની આસ્થાને ટકાવી રાખવા માટે દેશમાં કાર્યક્રમો કરાય છે.

જેના ભાગરૂપે હાલ માણસાના ચરાડા ગામે આ રામાયણ રામલીલા ભજવાઈ રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર માણસા તાલુકાના ચરાડા ગામે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (કાશી)ના બ્રાહ્મણ કલાકારો દ્વારા સીતારામ ધર્મપ્રચારક રામાયણ રામલીલા મંડળના માધ્યમથી દેશભરમાં ધર્મ પ્રત્યેની આસ્થા જગાવવા માટે રામલીલા ભજવી રહ્યાં છે.

જેના ભાગરૂપે હાલ ચરાડા રામજી મંદિરના આંગણામાં નવ દિવસ માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટેનો હોય પ્રજાજનોને જોવા માટેનો કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી. ટીવીમાં જોયેલા રામાયણના પાત્રો નજર સામે સ્ટેજ પર જોઈને પ્રજાજનો ભક્તિમાં તરબોળ થઈ રહ્યા છે. આ પ્રયાસને હૃદયથી બિરદાવી તેઓની કામગીરીને અભિનંદન આપી રહ્યાં છે.કાશીના બ્રાહ્મણો દ્વારા જીવંત રામાયણ રાસલીલાના કાર્યક્રમ થકી લોકોમાં ધર્મ પ્રત્યેની આસ્થાને ટકાવી રાખવા માટે દેશમાં કાર્યક્રમો રજૂ કરવામા આવી રહ્યા છે. તેને સારો પ્રતિભાવ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...