વિજયનગર પીએસઆઇ પર હુમલા કેસમાં પોલીસના રાજસ્થાનમાં ધામા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરના પાડેળા નવાગામ વચ્ચે દારૂ ભરેલી કારને અટકાવવા જતા પીએસઆઇ ઉપર કાર ચાલક દ્વારા થયેલા ઓચિંતો હુમલા બાદ ભાગી છૂટેલા બુટલેગરો ને પકડવા માટે પોલીસ તંત્રએ ચક્રોગતિમાન કર્યાછે.પોલીસ તંત્ર માટે નામોશી ભરી આઘટના બાદ જાણે ઘોડાઓ તબેલા છોડી ભાગ્યા હોય અને ચોકીદાર શોધવા નીકળ્યા જેવો ઘાટ પોલોસ તંત્ર નો થયો છે. ત્યારે આરોપીઓ ને પકડવા રાજસ્થાનના બુટલેગરો યા અડ્ડાઓ ની શોધખોળ પણ હાથ ધરાઈ છે ત્યારે આરોપીઓ ક્યારે પકડાશે તે સમય જ બતાવશે.

આ અંગે PSI એસ એ ગોહિલે જણાવ્યું કે વિજયનગર ના પાડેળા નવાગામ વચ્ચે દારૂ ભરેલી કારને અટકાવવા જતા વિજયનગર પીએસઆઇ યોગેન્દ્રસિંહ ચૌહાણને મારી નાંખવાના ઈરાદા સાથે કાર ચાલકે ઓચિંતો હુમલો કરી ભાગી છૂટતા આરોપીઓને પકડવા માટે પોલીસ તંત્રએ ચક્રોગતિમાન કર્યા છે. જેમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડતા દારૂના ખેપિયાઓ ના આકાઓની માહિતી મેળવી આરોપીઓની ભાળ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે જેમાં રાજસ્થાન પોલીસનો પણ સહયોગ લેવામાં આવશે અને ઝડપી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...