તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરના બિલીયા ગામે ભીલ પરીવારમાં દીકરાઅે પોતાની સાવકી માતાને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિદ્ધપુરના બિલીયા ગામે ભીલ પરીવારમાં દીકરાઅે પોતાની સાવકી માતાને મગળવારે માથાનાં ભાગે કુહાડીનો ઘા ઝીંકીને કરૂણ મોત નિપજાવી નાશી છૂટ્યો હતો.

મંગળવારના સવારના દસ વાગ્યા અરસામા બિલીયા ગામના ભીલવાસમાં રહેતા દેશલજી જેહાજી ભીલનાં ઘરે બન્યો હતો તેઓનાં જણાવ્યા પ્રમાણે સવારે તે અને તેમનો દીકરો ખોડાજી સિધ્ધપુર હાઈવે ઉપર આવેલ ઈસબગુલની ફેક્ટરીમાં મજુરી કામે ગયેલા ત્યારે સવારના સાડાદસ ના સુમારે તેનો ફોન આવેલ અને કહેલ કે બબીબેન ખૂબ બિમાર હોઇ આપ જલ્દી થી ઘરે આવી જાવ તેથી તરત જ ફેક્ટરીથી ઘરે જઈને જોતા બાથરૂમમાં મારી પત્ની બબીબેન દેશલજી ભીલ ( ઉ,વ 60) નો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડયા હતા અને બાજું માં લોહીથી ખરડાયેલી કુહાડી પડેલ હતી.ખોડાજીના પુત્ર ત્યાં હાજર હોઈ તેને પૂછતાં જણાવ્યું હતું કે વિનોદકાકાએ બબીબેન સાથે ઝઘડો કરીને માથામાં કુહાડીનાં ઘા ઝીંકી જતા રહેલ છે ત્યારબાદ પોલીસને જાણ કરાતા સિદ્વપુર પોલીસ પીઅાઇ વાય.બી.જાડેજા આવીને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે બબીબેન વિનોદ ભીલની સાવકી માતા હતી તેણે વિનોદની છોકરી ને માસીના ત્યાં મોકલી હતી તેનુ વેર રાખીને વિનોદ હત્યા કરી હતી.હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. અા અગે ખોડાજીઅે સિદ્વપુર પોલીસ મથકે મોટાભાઇ વિનોદ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો