ભટેલામાં રસ્તા, દબાણ સામે થયેલ ફરિયાદ સહિત પ્રશ્નોમાં તંત્રની ઢીલી નીતિ સામે રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા તાલુકાના ભટેરા ગામે રસ્તો, દબાણ સહિત થયેલી ફરિયાદ અનુસંધાને ગામના અને નિવૃત થયેલા અધિકારીએ સરકાર અને જે તે સંલગ્ન ખાતામાં પ્રશ્નો નું નિરાકરણ ન થતા તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન થતા નિવૃત અધિકારીએ તેના માટે સરકારમાં લેખિત રજૂઆત કરી છે.

નિવૃત્ત અધિકારી અને સામાજિક કાર્યકર રતિલાલ મેણાતે જણાવ્યું કે ભિલોડા તાલુકાના ભટેરા ગામે સર્વે નંબર-189 માં આવેલી પ્રાથમિક શાળા થી ફૂલવાડી આંગણવાડી સુધી સરકારી જમીનમાં જે દબાણ છે અને રસ્તો ન હોવાને કારણે બાળકોની સંખ્યા નહિવત રહે છે અને દબાણો દૂર કરી રસ્તા માટે મંજુર થયેલ વર્ષ 2016 માં રૂ.55 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. જે ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકે અને જે ગ્રાન્ટ મંજૂર થયેલ છે. મળેલ રસ્તાની ગ્રાન્ટ રસ્તો ન બનતા પરત જાય તેમ છે. ભટેરા ગામે તળાવ પાસે ની હોળી નિમિતે ની 0.8 ગૂંઠા જગ્યા જે સરપંચ ના જુના ઘર પાસે છે તેમાં દબાણ કરેલ છે તે સત્વરે ખુલ્લી કરી હોળી ના તહેવારની ઉજવણી માટે ફાળવવી જોઈએ .પ્રાથમિક શાળા સરકારી જમીનમાં જાહેર રસ્તા ને અડીને અડચણરૂપ દબાણ છે તે સત્વરે દૂર કરી રસ્તા માટે જગ્યા ખુલ્લી કરવાથી અવર જ્વર માટે કોઈ તકલીફ પડી ન શકે. સહિતના વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટર,ડીડીઓ સહિત રાજ્ય સરકારમાં વારંવાર લેખિત રજૂઆત કરી હતી. સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મુખ્યમંત્રીને 29 એપ્રિલના રોજ ભટેલા પ્રાથમિક શાળાથી ફૂલવાડી બાલવાડી ફળીયા સુધીનો એપ્રોચ રોડ ની કામગીરી સત્વરે શરૂ કરાય અને હદ નિશાન કરી ખૂટ સત્વરે નંખાય તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...