તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ પંથકમાં સોમવારની મોડી રાત્રે અને મંગળવારે બપોરે અચાનક વાતાવરણમાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ પંથકમાં સોમવારની મોડી રાત્રે અને મંગળવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. મેઘ ગર્જના સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોની ઉંઘ ઉડી ગઈ હતી. અહીં વિરિયાળી,જીરું અને ઇસબગુલનું વાવેતર થયું છે. વાવ પંથકમાં શિયાળુ પાકોમાં નુકશાનની ભીતિ સેવાઇ રહી છે .

કાંકરેજ: કાંકરેજ તાલુકાના કંબોઈ, શિહોરી, ઉંબરી, રાનેર, આગણવાડા, લક્ષ્મીપુરા અને થરા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા અત્યારે પાકીને તૈયાર થયેલા જીરા, રાયડા અને એરંડાનો પાક નિસફળ જવાની ભીતિ છે. દિયોદરમાં બપોરે 3 વાગે વરસાદ થયો હતો. કમોસમી વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા આ અંગે કિસાન સંઘના પ્રમુખ કલ્યાણભાઈ પટેલએ જણાવ્યું હતું કે \\\" કમોસમી વરસાદના લીધે જીરાના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે ખેડૂતોને મોંઘીદાટ જીરાની ખેતીમા નુકસાન વેઠવાનો વારો આવશે.

ભાભર: તાલુકાના ગામોમાં જીરું અને ઈસબગુલ ના પાકને મોટું નુકસાનના એંધાણથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાયડોની કાપણીના સમયે વરસાદ પડતા કાપણી અને ઊભા પાક ઉપર થતાં જીરૂં અને ઈસબગુલ, રાયડો વગેરે પર નુકસાનના એંધાણ છે. સુઇગામ વિસ્તારમાં ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી છાંટા પડતા લણણી માટે તૈયાર થઈ ગયેલ શિયાળુ પાક જીરું,ઇસબગુલ,અને વરિયાળીના પાકને ગંભીર નુકશાન થવાની ભીતિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો