તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં મોડાસાની દલિત યુવતીના હત્યારાઓને ફાંસીની માંગ સાથે રેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ | તાજેતરમાં અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામમાં અનુસુચિત જાતિની દીકરીને નરાધમોએ અપહરણ કરી ચારથી પાંચ દિવસ ગોધી રાખીને અમાનુષી અત્યાચાર કર્યો હતો. પોલીસ તંત્ર દ્વારા દીકરીના માતા-પિતા જ્યારે દીકરીના અપહરણની ફરિયાદ કરવા ગયા ત્યારે તેમની એફઆઈઆર પણ નોંધવામાં આવી નહતી. અનુસૂચિત જાતિની માસુમ દીકરીની હત્યા કરી તા. 5 જાન્યુઆરી-2020 ના રોજ સાયરા ગામેથી અમારાપર જવાના રોડ પર આવેલ વડલા પર લટકાવી દેવામાં આવી હતી.

જેને લઇ શુક્રવારે સ્વયમ્ સૈનિક દળ અને આગેવાનો દ્વારા રેલી યોજી પોલીસ નરાધમો પર કડકમાં કડક પગલાં લે અને તેને ફાંસીની સજા આપો તેમજ અનુસુચિત જાતિની દીકરીને ન્યાય અપાવે એવી માંગ સાથે રેલી યોજી રોષ વ્યક્ત શ્રદ્ધાંજલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો