ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના ભાઠાપરા પ્રાથમિક શાળામાં ધોરણ 7માં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના ભાઠાપરા પ્રાથમિક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો કિશોર ગુરુવારે રીશેષ દરમિયાન રમતા રમતા પાણીની મોટરના વાયરને અડકી જતાં વીજ કરંટ લાગતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલમાં લાવવામાં અાવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

તાલુકાના મલેકપુર ભાઠાપુરા પ્રાથમિક શાળામાં ગજેન્દ્ર ભરતજી ઠાકોર વિદ્યાર્થી ધોરણ 7માં અભ્યાસ કરતો હતો જ્યાં ગુરૂવારના રોજ બપોરે બે વાગ્યના સુમારે શાળામાં રીશેષ હોવાથી બાળકો રમી રહ્યા હતા તે દરમિયાન કોઇ કારણોસર પાણીની મોટરને અડતાં ગજેન્દ્રને કરંટ લાગતાં નીચે પટકાયો હતો જ્યાં અાજુબાજુમાંથી શિક્ષકો દોડી અાવી તેને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે ગજેન્દ્રને મૃત જાહેર કર્યો હતો. અા બનાવ અંગે અનુસંધાન પાના નં-2

ચાૈધરી હિરેનભાઇ મહેશભાઇઅે પોલીસને જાણ કરાતાં પોલીસે ગજેન્દ્રના મૃતદેહનું ખેરાલુ સિવીલમાં પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અા અંગે તપાસ અધિકારી પીઅેસઅાઇ તપાસ અધિકારી અાર.અેન.પ્રસાદે જણાવ્યું હતું કે શિક્ષકોના નિવેદનો લેવામાં અાવી રહ્યા છે અને તપાસમાં ચાલુ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...