રાધનપુરમાં મહિલાઓને ફોન પર બિભત્સ માગણી કરતા રોમિયોને પાટણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં મહિલાઓને ફોન પર બિભત્સ માગણી કરતા રોમિયોને પાટણ એલસીબીએ ગણતરીના કલાકમા ઝડપી પાડ્યો હતો.

રાધનપુર શહેરમાં ગત 20 ફેબ્રુઆરીના રોજ કોઈ અજણયા શખ્સ દ્વારા મોબાઈલ નંબર 9586684867 પરથી મહિલાને ફોન કરી બીભત્સ માંગણીઓ કરતા મહિલા દ્વારા રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પરંતુ નકકર કામગીરી ન થતા બાદ આ યુવાનથી ત્રસ્ત બનેલી મહિલાએ પાટણ એસપી શોભના ભૂતડા અને એલસીબી પોલીસ સમક્ષ પોતાની વ્યથા રજુ કરી હતી. આથી એલસીબી પીએસઆઈ વાય.કે.ઝાલા સહિત તેમની ટીમે કોલ ડિટેઇલ મળેવી પાલનપુર પહોંચીને અદગામીયા(ઠાકોર)મહેશજી ઉર્ફે મિન્ટો કલાજી રહે.માલણ તા.પાલનપુરને પકડી પાડ્યો હતો તેની પ્રાથમિક પુછપરછમા જાણવા મળ્યુ હતું કે આ યુવાન ફેસબુકથી મહિલાઓના નંબર મેળવી બિભત્સ માગણી કરતો હોવાનું બહાર આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...