તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનામાંકામાં કથામાં દોરાની તફડંચી કરનારી બે રાજસ્થાની મહિલા ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ તાલુકાના જૂનામાંકા ગામે 6 નવેમ્બરથી શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં ભીડભાડ સમયે રવિવારના રોજ કથા પૂર્ણ થયા પછી સોનાના દોરાની ચીલઝડપ કરનારી બે રાજસ્થાની મહિલાઓને ઝડપી પોલીસના હવાલે કરી હતી.

જૂનામાંકા ગામે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાન કથામાં છેલ્લા બે દિવસથી સોનાના દોરાની ચીલઝડપ કરનાર ગેંગ સક્રિય થયેલ છે બે દિવસમાં ત્રણ મહિલાઓના સોનાના દોરા ચોરાયાની બુમરાડ ઉઠવા પામી હતી. ત્યારે રવિવારના રોજ જુનામાકા ગામના રબારી જેસંગભાઈ સરતનભાઈ ના બહેન લાસુંબેન મગનભાઈ રબારી ઘરવડી ગામથી કથાનું રસપાન કરવા આવ્યાં હતાં કથા પુર્ણ થયાં પછી ભોજનપ્રસાદ લઇ ઘર તરફ જતા સમયે મુખ્ય દરવાજામાં બે અજાણી બહેનોએ ગળામાં પહેરેલો દોઢેક તોલાનો દોરો ઝુટવી લેવાની કોશિશ કરતા લાસુબેનને ખબર પડી ગઈ હતી અને ત્યાં જ હોબાળો મચાવતા લોકો ભેગા થઇ ગયા હતા. અા અંગે ઝડપાયેલી બંને મહિલાઓને હારિજને પોલીસ હવાલે કરી હતી.અા ઘટનામાં મહિલાના ભાઈ રબારી જેસંગ ભાઈ સગન ભાઈ એ બંને મહિલાઓ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

હારિજ પોલીસ સ્ટેશનમાં દોરાની ચીલઝડપ ની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મહિલાઓની પૂછપરછ કરતા રાજસ્થાન જયપુર તાલુકાના મુરલીપુરા ગામની આરતી વિજય ચમાર અને પારુલ ઉદયપાલ નામ જણાવ્યા છે.તપાસ કરતા સેકન્ડ પીએસઆઇ.વી.જે.પરમારના જણાવ્યા મુજબ અન્ય ત્રણ દોરા પણ કથામાં ચોરાયા હોવાનું જાણવા મળતા ત્યાંના સીસીટીવી ફૂટેજના આધારિત તપાસ ચાલુ છે. પૂછપરછમાં અન્ય દોરા ચોરાયાનો ઇનકાર કરે છે જેની વધુ તપાસ ચાલી રહી છે.હારિજ તાલુકાના જૂનામાંકા ગામે 6 નવેમ્બરથી શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં ભીડભાડ સમયે રવિવારના રોજ કથા પૂર્ણ થયા પછી સોનાના દોરાની ચીલઝડપ કરનારી બે રાજસ્થાની મહિલાઓને ઝડપી પોલીસના હવાલે કરી હતી.

જૂનામાંકા ગામે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાન કથામાં છેલ્લા બે દિવસથી સોનાના દોરાની ચીલઝડપ કરનાર ગેંગ સક્રિય થયેલ છે બે દિવસમાં ત્રણ મહિલાઓના સોનાના દોરા ચોરાયાની બુમરાડ ઉઠવા પામી હતી. ત્યારે રવિવારના રોજ જુનામાકા ગામના રબારી જેસંગભાઈ સરતનભાઈ ના બહેન લાસુંબેન મગનભાઈ રબારી ઘરવડી ગામથી કથાનું રસપાન કરવા આવ્યાં હતાં કથા પુર્ણ થયાં પછી ભોજનપ્રસાદ લઇ ઘર તરફ જતા સમયે મુખ્ય દરવાજામાં બે અજાણી બહેનોએ ગળામાં પહેરેલો દોઢેક તોલાનો દોરો ઝુટવી લેવાની કોશિશ કરતા લાસુબેનને ખબર પડી ગઈ હતી અને ત્યાં જ હોબાળો મચાવતા લોકો ભેગા થઇ ગયા હતા. અા અંગે ઝડપાયેલી બંને મહિલાઓને હારિજને પોલીસ હવાલે કરી હતી.અા ઘટનામાં મહિલાના ભાઈ રબારી જેસંગ ભાઈ સગન ભાઈ એ બંને મહિલાઓ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

હારિજ પોલીસ સ્ટેશનમાં દોરાની ચીલઝડપ ની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મહિલાઓની પૂછપરછ કરતા રાજસ્થાન જયપુર તાલુકાના મુરલીપુરા ગામની આરતી વિજય ચમાર અને પારુલ ઉદયપાલ નામ જણાવ્યા છે.તપાસ કરતા સેકન્ડ પીએસઆઇ.વી.જે.પરમારના જણાવ્યા મુજબ અન્ય ત્રણ દોરા પણ કથામાં ચોરાયા હોવાનું જાણવા મળતા ત્યાંના સીસીટીવી ફૂટેજના આધારિત તપાસ ચાલુ છે. પૂછપરછમાં અન્ય દોરા ચોરાયાનો ઇનકાર કરે છે જેની વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...