તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં 3 ડિગ્રી સુધી ઠંડી ઘટી, હજુ બે દિવસમાં ઘટશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર ભારત તરફ આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શનિવારે ઉત્તર ગુજરાતમાં પવનની દિશા અનિયમિત થઈ હતી. જેના કારણે મહેસાણા, ડીસા સહિત પાંચેય શહેરોમાં લઘુત્તમ તાપમાન ઉંચકાતાં ઠંડીનું જોર ઘટ્યું હતું. શનિવારે ઉ.ગુ.માં ઠંડીમાં 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાતાં થોડી રાહત થઇ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રવિવાર સાંજ સુધીમાં ઉત્તર ગુજરાત વાદળછાયું બની શકે છે. જેના કારણે સોમવારે બનાસકાંઠા જિલ્લામાં છૂટુ છવાયું માવઠું થઈ શકે છે. જેના કારણે મંગળવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાશે.

ઉત્તર ભારતમાં રવિવારે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થાય તેના 24 કલાક પહેલાં શનિવારે ઉત્તર ગુજરાત પરથી પસાર થતા પવન અનિયમિત બન્યા હતા. બર્ફીલા પવન ફૂંકવાનું બંધ થતાં ઉત્તર ગુજરાતમાંથી જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવુ વાતાવરણ બન્યુ છે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન
મહેસાણા 12.0(+2.7)

પાટણ 11.8(+2.9)

ડીસા 8.8(+2.7)

ઇડર 10.9(+2.9)

મોડાસા 12.2(+3.3)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો