ઉત્તર ગુજરાતમાં 26થી 28 સુધી ફરી હિટવેવ, પારો 43 ડિગ્રી વટાવશે

Modasa News - in north gujarat 26 to 28 will again hit mercury will occupy 43 degrees 064617

DivyaBhaskar News Network

Apr 25, 2019, 06:46 AM IST
ઉત્તર ગુજરાતવાસીઓ ફરી એકવાર કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહે. 26 થી 28 એપ્રિલ દરમિયાન વધુ એક વખત હિટવેવનો રાઉન્ડ આવશે. આ વખતે ગરમીનો પારો 43.0 ડિગ્રી વટાવી જશે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં 3 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

બીજી બાજુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધું રહેતું હોઇ રાત્રિ દરમિયાન સખત ઉકળાટ રહેતાં રાત્રીના સમયે પણ ગરમીથી છુટકારો નહીં મળે. ચાલુ મહિનાના ગરમીના છેલ્લા રાઉન્ડને લઇ ઉત્તર ગુજરાતના આરોગ્ય તંત્રને એલર્ટ રહેવા તાકીદ કરાયું છે.

5 શહેરોનું તાપમાન

શહેર તાપમાન

મહેસાણા 41.2 (-0.8)

પાટણ 41.0 (-1.0)

ડીસા 40.8 (-1.2)

ઇડર 42.0 (-0.8)

મોડાસા 41.0 (-1.0)

ચૈત્રી દનૈયામાં ખેડૂતો ચોમાસાનો વરતારો કાઢશે

ચૈત્ર વદ પાંચમથી અગિયારસ સુધીના 8 દિવસ ચૈત્રી દનૈયા કહેવામાં આવે છે. આ 8 દિવસ ચોમાસાનો વરતારો જોવા અનુભવી ખેડૂતો માટે સૌથી મહત્વના હોય છે. ચૈત્રી દનૈયા દરમિયાનના 8 દિવસ સુધી આકરો તડકો પડે તેમજ આ ગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ ન બને તો ચોમાસામાં સારો વરસાદ થાય છે તેવું ખેડૂતો માની રહ્યા છે.

હિટવેવમાં આટલી કાળજી રાખવી

બપોરે 11 થી 3 કલાક સુધી શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળવું.

તરસ ન લાગી હોય તો પણ શક્ય તેટલું પાણી પીવું.

ઓછા વજનના, આછા રંગના, ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવાં.

બહાર જતી વખતે ગરમીથી બચવા છત્રી, ટોપી, બુટ અને ગોગલ્સ પહેરવા.

ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંક્સ જેવા પીણાં શરીરમાંથી પાણી શોષતા હોઇ ન પીવા.

વધુ પડતાં પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ન ખાવો.

ઓઆરએસ તેમજ ઘરે બનાવેલા લસ્સી, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાસ વગેરેનો ઉપયોગ કરવો.

પ્રાણીઓને છાયડામાં રાખવા અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપવું.

X
Modasa News - in north gujarat 26 to 28 will again hit mercury will occupy 43 degrees 064617

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી