તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર તાલુકાના પાંચ ગામોમાં વાવાઝોડાથી મકાનોને નુકસાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | ભાભર તાલુકામાં મંગળવાર એકાએક વરસાદ સાથે મોટા-મોટા કરા પડ્યા હતા. જેમાં ભાભર તાલુકાના ઢેકવાળી, ઊજ્જનવાડા, કપરૂપુર, બુરેઠા, ઉનડાઇ વગેરે પાંચ ગામોમાં મકાનોને નુકસાન થયું છે. મકાનની છતમાં મોટા કરા પડવાથી પતરા અને નળિયામા બોકારા પડી ગયા હતા. આ પાંચ ગામોમાં આવેલ સરકારી સ્કૂલના ઓરડાઓના પતરા પણ તુટી ગયા છે. આ બાબતે ઢેકવાળી ગામના ગામલોકોએ ભાભર તાલુકા પંચાયતના ટીડીઓને નુકસાની અંગેનો પરિપત્ર આપ્યો હતો.તસવીર-મનજી પટેલ

અન્ય સમાચારો પણ છે...